Saturday, 14 November 2015

Be alive...

एक राजा के पास कई हाथी थे,
लेकिन
एक हाथी बहुत शक्तिशाली था,
बहुत आज्ञाकारी,
समझदार व युद्ध-कौशल में निपुण था।
बहुत से युद्धों में वह भेजा गया था
और वह राजा को विजय दिलाकर वापस लौटा था,
इसलिए वह महाराज का सबसे प्रिय हाथी था।

समय गुजरता गया  ...

और एक समय ऐसा भी आया,
जब वह वृद्ध दिखने लगा।

                    
अब वह पहले की तरह कार्य नहीं कर पाता था।
इसलिए अब राजा उसे युद्ध क्षेत्र में भी नहीं भेजते थे।

एक दिन वह सरोवर में जल पीने के लिए गया, लेकिन वहीं कीचड़ में उसका पैर धँस गया और फिर धँसता ही चला गया।

उस हाथी ने बहुत कोशिश की,
लेकिन वह उस कीचड़ से स्वयं को नहीं निकाल पाया।

उसकी चिंघाड़ने की आवाज से लोगों को यह पता चल गया कि वह हाथी संकट में है।

हाथी के फँसने का समाचार राजा तक भी पहुँचा।

                       राजा समेत सभी लोग हाथी के आसपास इक्कठा हो गए और विभिन्न प्रकार के शारीरिक प्रयत्न उसे निकालने के लिए करने लगे।

जब बहुत देर तक प्रयास करने के उपरांत कोई मार्ग नहीं निकला तो राजा ने अपने सबसे अनुभवी मंत्री को बुलवाया।

मंत्री ने आकर घटनास्थल का निरीक्षण किया और फिर राजा को सुझाव दिया कि सरोवर के चारों और युद्ध के नगाड़े बजाए जाएँ।

                          सुनने वालोँ को विचित्र लगा कि भला नगाड़े बजाने से वह फँसा हुआ हाथी बाहर कैसे निकलेगा, जो अनेक व्यक्तियों के शारीरिक प्रयत्न से बाहर निकल नहीं पाया।

          आश्चर्यजनक रूप से जैसे ही युद्ध के नगाड़े बजने प्रारंभ हुए, वैसे ही उस मृतप्राय हाथी के हाव-भाव में परिवर्तन आने लगा।

पहले तो वह धीरे-धीरे करके खड़ा हुआ और फिर सबको हतप्रभ करते हुए स्वयं ही कीचड़ से बाहर निकल आया।

अब मंत्री ने सबको स्पष्ट किया कि हाथी की शारीरिक क्षमता में कमी नहीं थी, आवश्यकता मात्र उसके अंदर उत्साह के संचार करने की थी।

हाथी की इस कहानी से यह स्पष्ट होता है कि यदि हमारे मन में एक बार उत्साह – उमंग जाग जाए तो फिर हमें कार्य करने की ऊर्जा स्वतः ही मिलने लगती है और कार्य के प्रति उत्साह का मनुष्य की उम्र से कोई संबंध नहीं रह जाता।

                        जीवन में उत्साह बनाए रखने के लिए यह आवश्यक है कि मनुष्य सकारात्मक चिंतन बनाए रखे और निराशा को हावी न होने दे।

कभी – कभी निरंतर मिलने वाली असफलताओं से व्यक्ति यह मान लेता है कि अब वह पहले की तर कार्य नहीं कर सकता, लेकिन यह पूर्ण सच नहीं है।



Friday, 13 November 2015

Universal Truth

एक प्राचीन मंदिर की छत पर
कुछ कबूतर राजी खुशी रहते थे।

जब वार्षिकोत्सव की तैयारी के लिये मंदिर का जीर्णोद्धार होने लगा तब कबूतरों को मंदिर छोड़कर पास के चर्च में जाना पड़ा।

चर्च के ऊपर रहने वाले कबूतर भी नये कबूतरों के
साथ राजीखुशी रहने लगे।

क्रिसमस नज़दीक था तो चर्च का भी रंगरोगन शुरू हो गया। अत: सभी कबूतरों को जाना पड़ा नये ठिकाने की तलाश में। किस्मत से पास के एक मस्जिद में उन्हे जगह मिल गयी और मस्जिद में रहने वाले कबूतरों ने उनका खुशी-खुशी स्वागत किया।

रमज़ान का समय था मस्जिद की साफसफाई भी शुरू हो गयी तो सभी कबूतर वापस उसी प्राचीन मंदिर की छत पर आ गये।

एक दिन मंदिर की छत पर बैठे कबूतरों ने देखा कि
नीचे चौक में धार्मिक उन्माद एवं दंगे हो गये। छोटे से कबूतर ने अपनी माँ से पूछा " माँ ये कौन लोग हैं ?"

माँ ने कहा " ये मनुष्य हैं"।
छोटे कबूतर ने कहा " माँ ये लोग आपस में लड़ क्यों रहे हैं ?"  माँ ने कहा " जो मनुष्य मंदिर जाते हैं वो हिन्दू कहलाते हैं, चर्च जाने वाले ईसाई और मस्जिद जाने वाले मनुष्य मुस्लिम कहलाते हैं।"

छोटा कबूतर बोला " माँ एसा क्यों ? जब हम मंदिर में थे तब हम कबूतर कहलाते थे, चर्च में गये तब भी कबूतर कहलाते थे और जब मस्जिद में गये तब भी
कबूतर कहलाते थे, इसी तरह यह लोग भी मनुष्य कहलाने चाहिये चाहे कहीं भी जायें।"

माँ बोली " मैनें, तुमने और हमारे साथी कबूतरों ने उस एक प्राकृतिक सत्य का अनुभव किया है इसलिये हम इतनी ऊंचाई पर शांतिपूर्वक रहते हैं।

इन लोगों को उस एक प्राकृतिक सत्य का अनुभव
होना बाकी है , इसलिये यह लोग हमसे नीचे रहते हैं और आपस में दंगे फसाद करते हैं।"

Wednesday, 28 October 2015

જીવનનો આનંદ લો

એક આખું ગ્રુપ કોલેજ
છોડ્યાના ઘણા વર્ષો પછી
પાછું ભેગું થયું.
બધાજ મિત્રો સેટ હતા અને
ઘણા પૈસા કમાઈ રહ્યા હતા.
એ લોકો પોતાના ફેવરેટ
પ્રોફેસરના ઘરે ભેગા થયા.
પ્રોફેસર સાહેબે એમના
કરીયર વિષે પૂછ્યું
ધીરે ધીરે વાત જીવન માં
વધતા સ્ટ્રેસ અને કામ ના
વધતા પ્રેશર પર આવી ગઈ.
આ મુદ્દા પર બધાજ એકમત હતા,
ભલે એ હવે આર્થિક રીતે ઘણા
મજબુત હતા પણ હવે
એમના જીવનમાં એ મજા,
સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.
પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી
વાત સાંભળી રહ્યા હતા,
એ અચાનક ઉભા થયા અને
કિચનમાં જઈને પાછા આવ્યા
અને બોલ્યા,,
'ડીયર સ્ટુડન્ટ'
હું તમારા બધા માટે ગરમા ગરમ
'કોફી' બનાવીને આવ્યો છું,
પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને
પોત-પોતાના માટે 'કપ' લેતા આવો.
છોકરાઓ ઝડપથી અંદર ગયા
ત્યાં જાત જાતના કપ મુક્યા હતા,
બધાજ પોતાના માટે સારામાં સારો
કપ શોધવા લાગ્યા.
કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ
ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.
બધાના હાથમાં કોફી આવી ગઈ
પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,
"જો તમે ધ્યાન આપ્યું હોય તો,
જે કપ દેખાવમાં શાનદાર અને
મોઘાં હતા તમે એજ કપ લીધા છે,
સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી."
જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ
વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે,
ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં
સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે..
ફ્રેન્ડસ, એતો પાક્કું છે કે કપ
કોફીની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો,
એ તો બસ એક સાધન છે
જેના માધ્યમથી તમે કોફી પીવો છો.
અસલમાં તમને જે જોઈતું હતું
એ માત્ર કોફી હતી, કપ નહિ.
છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા,
અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને
નિહાળવા લાગ્યા.
હવે એક વાતને દયાનથી સાંભળો,
"આપણું જીવન કોફી સમાન છે,
આપણી નોકરી, પૈસા,
પોઝીશન કપ સમાન છે.
એ બસ જીવન જીવવાના સાધનો છે
ખુદ જીવન નહિ... અને
આપણી પાસે કયો કપ છે
એ ના તો આપણા જીવન ને
ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે.
કોફી ની ચિંતા કરો, કપ ની નહિ...
દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી
જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે,
પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વ શ્રેષ્ઠ
ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે,મોજ માણે છે, અને ભરપુર જીવન જીવે છે.

*સાદગી થી જીવો,
*સૌને પ્રેમ કરો,
*સૌનો ખ્યાલ રાખો,
*જીવન નો આનંદ લો.
*એકબીજા સાથે
જોડાયેલા રહો.
*આ જ સાચું જીવન છે.

Sunday, 27 September 2015

Good Story

A Construction Supervisor from 16th Floor of a Building was calling a Worker on Ground Floor.

Because of noise
the Worker
did not hear his Call.

To draw Attention,
the Supervisor threw a 10 Rupee Note
in Front of Worker.

He picked up the Note, put it in His Pocket &
Continued to Work.

Again to Draw Attention the Supervisor threw 500 Rupee Note & the Worker did the same,

Now the Supervisor picked a small Stone & threw on the Worker.

The Stone hit the Worker.

This time the Worker looked Up &
the Supervisor Communicated with Him.
.
.
This Story is same as to our 'LIFE'...

God wants to Communicate with Us,
but We are Busy doing our Worldly Jobs.

Then, he give Us Small Gifts & Big Gifts......
We just keep them without looking from Where We Got it.
We are the Same.
Just keeping the gifts
without Thanking him,
We just say
We are LUCKY.

And when we are Hit with a Small Stone, which We call PROBLEMS,
then only We look Up & Communicate with him.
Thats why it is said. .....
He gives, gives and forgives
And
We get, get and forget.......

Friday, 4 September 2015

ભારતમાં મહિલા શિક્ષણ

ભારતમાં મહિલા શિક્ષણ

ભારતની આ ભૂમિ પર પ્રાચીન સમયથી શિક્ષણનું વિશેષ મહત્વ રહ્યું છે. તેમાં પણ પ્રાચીનકાળથી આધુનિકકાળ સુધીમાં મહિલા શિક્ષણના વિવિધ આયામ જોવા મળે છે. વિવિધ ઐતિહાસિક યુગમાં જુજ પણ જોવા મળતી શિક્ષિત મહિલાઓની ભૂમિકા ધ્યાનાર્ય રહી જ છે, તે ઉપરાંત પણ આપના દેશની સંસ્કૃતિના પાયામાં અને સમગ્ર વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આધુનિક યુગે, પ્રાચીનકાલની મૂલ્યનિષ્ઠ શિક્ષણપ્રણાલી અને મધ્યકાલીન ભારતની વ્યવહારિક શિક્ષણપ્રણાલીનો સુભગ સમન્વય કરીને સ્વતંત્રતાના નેજા હેઠળ સંપૂર્ણ વિકાસ આધારીત શિક્ષણની દિશામાં પોતાના કદમ આગળ વધાર્યા છે. આજે ભારત દેશને વૈશ્વિક પરિપેક્ષ્યમાં આગળ વધારવા માટે મહિલાઓનું યોગદાન સવિશેષ મહત્વનું મનાયું છે, પરંતુ આ ત્યારે જ સંભવી શકે જયારે ભારતની મહિલાઓ શિક્ષિત હોય.
શિક્ષણનો વિકાસ પ્રગતિ માટે એક શુભ સંકેત છે. તેથી જ તો ગાંધીજીએ કહ્યું છે કે, ‘શિક્ષણનો અર્થ છે કે બાળકનો શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક વિકાસ’. મહિલા શિક્ષણ ફક્ત આધુનિક સમાજની કે સમયની ઉત્પત્તિ નથી પણ આપણા દેશની સાંસ્કૃતિક વિરાસત છે. જે મહિલાઓ પહેલા ગૃહિણી હતી તે હવે દેશના વિકાસની અને ભવિષ્યની સુત્રધાર બની છે.
·         પ્રાચીન ભારતમાં મહિલા શિક્ષણ:-
પ્રાચીન સમયમાં એટલે કે વૈદિક કાળમાં મહિલાઓને સમાજમાં સમાન અધિકાર પ્રાપ્ત હતો. એ સમયમાં તે મહત્વપૂર્ણ નિર્ણય પોતાની રીતે લઇ શકતી હતી, એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણી પ્રાચીન સ્વયંવર પ્રથામાં મળે છે. તે સમયની બહુશ્રુત મહિલાઓ વિધાનસભા જેવી સાર્વજનિક સંસ્થાઓમાં, ચર્ચાસભામાં  કે પરિસંવાદમાં પણ ભાગ લઇ શકતી હતી. મહિલાઓનું વિશેષ મહત્વ આપણા પ્રાચીન ગ્રંથ રામાયણ અને મહાભારત જેવામાં પણ જોવા મળે છે. ઋગ્વેદના સમયમાં પણ ગાર્ગી અને મૈત્રેયી જેવી દાર્શનિક મહિલાઓના ઉલ્લેખો મળે છે. આપણી સંસ્કૃતિમાં શિક્ષણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી સ્ત્રીને સરસ્વતીનું રૂપ માનવામાં આવે છે. વૈદિકકાળમાં છોકરીઓને ગુરુકુળમાં પ્રવેશની અનુમતિ હતી. આ ઉપરાંત એ સમયમાં કોસા, અપાલા, લોપામુદ્રા જેવી મહિલાઓને ઋષિનું સ્થાન પ્રાપ્ત હતું. પરંતુ ઈ.સ. ૫૦૦ પછી ભારતમાં મહિલાઓની સ્થિતિમાં અધ:પતન જોવા મળે છે.
·         મધ્યકાલીન ભારતમાં મહિલા શિક્ષણ:
મધ્યકાળના સમય દરમ્યાન હિંદુ સંસ્કૃતિમાં મહિલાઓમાં ઔપચારિક શિક્ષણના મુકાબલે વ્યવહારિક શિક્ષણને વધુ મહત્વ આપવામાં આવતું હતું. ભારતીય દાર્શનિક વાત્સાયનના કહેવા મુજબ આ સમયે મહિલાઓ માટે કળાનું ક્ષેત્ર ખુલ્લું હતું, જેમાં રસોઈ, વણાટકામ જેવી વ્યવહારિક જ્ઞાનવર્ધક કલાઓમાં મહિલાઓ નિપુણતા મેળવી શકતી હતી. આમ છતાં બુદ્ધ, જૈન તથા ઈસાઈ ધર્મમાં શિક્ષણનું મહત્વ ઘણું રહ્યું. રાજા અશોકના સમયમાં મહિલાઓ ધાર્મિક વ્યાખ્યાનોમાં ભાગ લઇ શકતી હતી, તેમની પોતાની દીકરી સંઘમિત્રા, જેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તે ધર્મના પ્રચાર અર્થે શ્રીલંકા ગયાના ઇતિહાસમાં ઉલ્લેખો મળે છે. હ્યુઆન સાંગ અનુસાર રાજા હર્ષવર્ધનના સમયમાં તેની બહેન રાજ્યશ્રી તેના સમયની વિદ્વાન સ્ત્રી ગણાતી. મધ્યકાલીન ભારતના ઈતિહાસમાં જોતા માલુમ પડે કે, ઉત્તર ભારતની શિક્ષિત મહિલાઓના મુકાબલે દક્ષિણ ભારતની શિક્ષિત મહિલાઓની સ્થિતિ વધુ સારી હતી. ઉત્તર ભારતની વિદ્વાન મહિલાઓમાં આપણે રાજિયા સુલતાન અને મહેરુનીસા વગેરેનું નામ લઇ શકીએ. જયારે દક્ષિણ ભારતમાં પ્રિયાકેટલાદેવી, વિક્રમાદિત્ય ચાલુક્યની રાની, જક્કૈબ્બે વગેરે વિદ્વાન મહિલાઓ હતી. પ્રસિદ્ધ યાત્રી દોમીન્ગો પ્રેસ અને નુંનીઝ અનુસાર એ સમયે દક્ષિણ ભારતમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં કામ કરતી, જેમકે વ્યય ખાતામાં લેખન વ્યવસાય હોય કે પછી રાજ્યના સુચના વિભાગ અને તેને લગતી કામગીરીનો રેકોર્ડ રાખતી. પ્રસિદ્ધ ઈતિહાસકાર ઈબ્ન અનુસાર હોનાવારમાં એ સમયે છોકરીઓ માટે ૧૩ અને છોકરાઓ માટે ૨૪ શાળા મૌજુદ હતી. ખરેખર તો તે સમયે મહિલાઓ સિવાય પણ ઘણા પુરુષો પણ અશિક્ષિત જ હતા. મધ્યકાળમાં વિદેશી આક્રમણો અને વિદેશી આક્રમણકારીઓના કારણે મહિલાઓની સ્વતંત્રતા વધુ પ્રભાવિત થઇ હતી.
·         આધુનિક ભારતમાં મહિલા શિક્ષણ:-
આધુનિક ભારતમાં મહિલા શિક્ષણના ઈતિહાસના મૂળ બ્રિટીશકાળથી જોઈ શકાય છે. મહિલા શિક્ષણ અને રોજગારમાં સુધારો લાવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૫૪માં એક કાર્યક્રમ અપનાવ્યો હતો. ત્યારથી ધીરે ધીરે મહિલા શિક્ષણની સ્થિતિમાં સુધારો થતો રહ્યો છે. તેના આંકડા જોઈએ તો, ઈ.સ. ૧૮૮૨માં મહિલા સાક્ષરતા દર ૦.૨% હતો જયારે આ દર ઈ.સ. ૧૯૪૭માં ૬.૭% હતી. સ્વતંત્રતાના સમય પહેલા રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, આર્યસમાજ, બ્રહ્મોસમાજ, રામકૃષ્ણ મિશન જેવા વ્યક્તિઓ અને સંસ્થાઓએ મહિલા શિક્ષણ અને તેની સ્થિતિમાં સુધારો લાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા. આ સમયે જ્યોતિબા ફૂલે તેમજ ભીમરાવ આંબેડકરે પણ વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલા શિક્ષા સુલભ કરવાની કોશિશ કરી. જ્યોતિબા ફૂલેની પત્ની સાવિત્રીબાઈ ભારતની પહેલી મહિલા સ્કુલની શિક્ષિકા બની. જયારે ગાંધીજી આઝાદીની લડતમાં જોડાયા ત્યારે ૨% મહિલાઓ શિક્ષિત હતી. તે સમયે આધુનિક મહિલાઓ ન તો ખુશ હતી ન તો આ પરિસ્થિતિથી સંતુષ્ટ હતી, કે જે સમાજને કંઈક અંશે મદદરૂપ થઇ શકે, પરંતુ ૧૯૪૭ની આઝાદી પછી મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત કરવાના ઘણા આવસર પ્રાપ્ત થયા. કાયદાનું પણ ઘણું રક્ષણ પ્રાપ્ત થયું. તેમને ગરિમા અને સમાનતાની ઇચ્છનીય સ્થિતિ પ્રાપ્ત થવી શરુ થઇ. આ પછી ભારતે લિંગ અંતરાલ ઓછું કરવામાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે છતાં ઘણું કાર્ય હજુ પણ બાકી છે. હું તો એમ કહીશ કે આધુનિક યુગ ભારત તેમજ વિશ્વની મહિલાઓ માટે ‘સુવર્ણ યુગ’ સાબિત થઇ રહ્યો છે. વર્તમાન સમયમાં પણ ભારતીય સમાજમાં ઘણી સંસ્થાઓ મહિલા શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ઘણા કાર્યક્રમો તેમજ પ્રોજેક્ટ કરી રહી છે, જે આવનારા સમયમાં મહિલાઓની સ્થિતિને સમાજમાં વઘુ મજબુત કરવામાં મદદરૂપ થશે.
·         ભારત સરકારે મહિલા શિક્ષણમાં સુધારો લાવવા કરેલા પ્રયાસો :-
સ્વતંત્રતા પછી ભારત સરકારે સાક્ષરતા મિશન અંતર્ગત મહિલા શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો શરુ કર્યા. UDHR(Universal Decaration of Human Rights in 1948) અનુસાર અનિવાર્ય અને મફત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો. રાષ્ટ્રીય નીતિ અનુસાર છોકરીઓને શિક્ષણની સાથે સાથે સામજિક ન્યાયનો પણ અધિકાર મળ્યો. મહિલા શિક્ષણમાં સુધારો લાવવાના પ્રયાસરૂપે મહિલા શિક્ષકોને રોલમોડલ બનાવવાના હેતુથી ‘Alternative Schooling’ સંકલ્પ અન્વયે મહિલાઓને નોકરીઓ આપવામાં આવી. ઘણી NGO સંસ્થાઓએ ગરીબ, અવિકસિત વિસ્તાઓમાં જઈને શિક્ષણના વિવિધ કાર્યક્રમો દ્વારા પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો. આ ઉપરાંત SNDT અને UGC જેવી સંસ્થાઓએ મહિલા શિક્ષણ પર સંશોધન કરીને મહિલા અધિકારો પર કાયદા બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. તેના દ્વારા વિવિધ સામાજિક સ્તરમાં મહિલાઓએ વ્યવસાયિક, તકનીકી અને સામાજિક વિષયોમાં પોતાની ભાગીદારી વધારી. સરકારના આ મહિલા ઉત્કર્ષલક્ષી પગલાના ફળ સ્વરૂપે આ ભારતની મહિલાઓ કોમ્પ્યુટર, મનોરંજન, મેડીકલ, અવકાશવિજ્ઞાન, રક્ષાક્ષેત્ર, વહીવટીક્ષેત્ર, રાજકીયક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહી છે. આ ઉપરાંત ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારના મહિલા વિકાસ અને શિક્ષણને લગતા ઘણા કાર્યક્રમો, યોજનાઓ હાલમાં કાર્યરત છે.
·         મહિલા શિક્ષણમાં બાધારૂપ પ્રશ્નો:-
આ આધુનિક યુગમાં પણ એવા ઘણા પ્રશ્નો છે જેના કારણે મહિલાઓ પોતાનો શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરી શકતી નથી. આજે પણ શહેરી વિસ્તારની મહિલાઓની તુલનામાં ગ્રામીણ મહિલાઓ શિક્ષણ બાબતમાં વધુ પાછળ જણાય છે. ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક પ્રશ્નો નડતા હોવાથી નાની ઉમરમાં છોકરીઓ ઘરેલું અને શારીરિક કામકાજમાં આખો દિવસ વ્યસ્ત રહેતી હોય છે. એ ઉપરાંત પણ નાની ઉંમરમાં લગ્ન, નાના ભાઈ-બહેનોની સાર-સંભાળ, અશિક્ષિત માતા-પિતા, રોજગારી પ્રાપ્ત કરવાની વિવશતા, જૂની વિચારસરની, નજીકમાં શૈક્ષણિક સંસ્થાનો અભાવ તેમજ પુત્રીઓ પ્રતિ સમાજ અને ઘરનું નકારાત્મક વાતાવરણ જેવા ઘણા કારણો પ્રશ્નો સર્જતા હોય છે. કેટલીકવાર પુત્રને માતા-પિતા ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં જોતા હોય છે જે ઘડપણમાં સહારો બને, પણ દીકરી પાછળ કરેલો ખર્ચ વ્યર્થ લાગતો હોય છે. દીકરીનું ભણતર આ રીતે માતા-પિતાને સીધો લાભ આપી શકતું નથી. આ ઉપરાંત ભણેલી દીકરી લગ્ન સમયે પોતાના ભણતર મુજબનો પતિ શોધતી હોય છે તેના કારણે માતા-પિતા એ ઘણીવાર વધારે દહેજ આપવું પડતું હોય છે. આ સમગ્ર વિચારસરણી મહિલા શિક્ષણમાં બાધા ઉત્પન્ન કરતી હોય છે. કોઈવાર પુરુષપ્રધાન સમાજનો અહંમ બાધારૂપ નીવડે. હંમેશા, સદીઓથી કચડાલેયી અને અસહાયરૂપમાં ચિત્રિત મહિલા જો સક્ષમ થઇ જાય તો જડ સમાજમાં ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. આ સિવાય પણ મહિલા શિક્ષણમાં બીજો પ્રશ્ન ઊભો થાય છે તે મહિલાઓમાં અધૂરું પ્રાપ્ત શિક્ષણ. ઘણી છોકરીઓ ઉપરોક્ત કારણોસર અથવા બીજા અન્ય કારણોસર પૂરું શિક્ષણ પ્રાપ્ત કરી શકતી નથી, આજના સમયમાં આ મહત્વનો પ્રશ્ન બનતો જાય છે. જેનો ઠોસ ઉપાય શોધવો તો હજુ બાકી જ રહ્યો. કોઈવાર અસુરક્ષાની ભાવના તથા અપ્રાપ્ત – અધૂરી માહિતીથી પણ મહિલા શિક્ષણના દરમાં પ્રશ્નો ઊભા થાય છે.
·         ભારતમાં મહિલા શિક્ષણનું મહત્વ:-
-          શિક્ષણ વયસ્ક જીવનમાં વિકાસનો પાયો બને છે.
-          શિક્ષિત મહિલાના સંતાનો શિક્ષિત થાય તે સાથે દેશનું ભાવી શિક્ષિત બને.
-          શિશુ મૃત્યુ દર ઘટાડવા પણ મહિલાઓનું શિક્ષિત હોવું જરૂરી છે. દેશની જનસંખ્યામાં ઘટાડો દેશના વિકાસમાં મદદરૂપ થઇ શકે.
-          શિક્ષિત મહિલા નિરક્ષર મહિલાની તુલનામાં વધારે સારી રીતે પોતાનું ઘર ચલાવી શકે. તે પરિવારની તંદુરસ્તી, પોષણ અને પરિવાર નિયોજન પ્રતિ જાગૃત રહે છે. તે પોતાના સંતાનોમાં મહત્વકાંક્ષી, સંસ્કારી અને ઉચ્ચ ભવિષ્યના સપનાના બીજ રોપી શકે છે, જેના દ્વારા ઉત્કૃષ્ટ ભાવી પેઢી તૈયાર થઇ શકે.
-          આજની મહિલા દરેક ક્ષેત્રમાં પુરુષોની સમાન છે. જેના દ્વારા તે પરિવારની અતિરિક્ત આવકનું સાધન પણ બની શકે છે. અનિવાર્ય સંજોગોમાં તે પોતાના આખા પરિવારનો જીવન નિર્વાહ કરી શકે છે. પોતાના નિર્ણય પોતે લેવા સક્ષમ બને તથા શિક્ષણને કારણે તેના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે.
-          શિક્ષિત મહિલાઓ સમાજમાંથી અંધશ્રદ્ધા, લિંગભેદ અને જાતિભેદ જેવા દુષણો દુર કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
-          મહિલા શિક્ષણથી પરિવારમાં તેનો અવાજ અને સ્થિતિ મજબુત થશે તેમજ તેમના સામાજિક સ્તરમાં પણ વધારો થઇ શકે.
-          કાયદાની જાણકારી દ્વારા જ ભૂતપૂર્વ આઈપીએસ ઓફીસર કિરણ બેદી સમાજમાં ભ્રષ્ટાચાર હટાવવા માટેનું આંદોલન ચલાવ્યું. આ રીતે શિક્ષિત મહિલા સાંસદ મહિલાઓના હિતોનું રક્ષણ કરવા સમર્થ બને. આ સિવાય પણ શ્રીમતી પ્રતિભા પાટીલ, સોનિયા ગાંધી, મીરાં કુમારી, વૃંદા કરત, સુષ્મા સ્વરાજ જેવી મહિલાઓ આજે સમાજમાં પોતાનું અલગ સ્થાન સ્થાપિત કરી ચૂક્યા.
-          આ રીતે શિક્ષિત મહિલાઓ શોષણ, અન્યાય અને ઘરેલું હિંસાના દુષપરિણામોથી પોતાનું રક્ષણ તો કરી જ શકે તે સાથે ન્યાય પણ મેળવી શકે છે. પોતાની સમસ્યાઓના ઉપાયો વિશે પણ વિચારી શકે છે. અસામાજિક તત્વો અને ગેરનૈતિક આચરણ વિરુદ્ધ ન્યાય મેળવી શકે છે.
-          શિક્ષિત મહિલાઓ સારી રીતે પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યનું આયોજન પણ કરી શકે છે. તે ઉપરાંત બેંક તથા વીમા ક્ષેત્રનો લાભ મેળવી શકે છે.
-          કૃષિ વિદ્યાલયોમાંથી જાણકારી મેળવીને ખેતી અને અન્ન ઉત્પાદનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
-          મહિલા શિક્ષણ નવા ભારતની ઉમ્મીદ છે. જે વૈશ્વિક ફલક પર ભારતને સકારાત્મકરૂપે રજુ કરશે.
·         તારણ:-
શિક્ષણ વાસ્તવમાં આ સમયની અમુલ્ય ભેટ છે, જે માતા-પિતા પોતાની દીકરીને આપી શકે છે. જેના દ્વારા સમય આવ્યે દીકરી પોતાના પરિવાર તેમજ સમાજને મદદરૂપ તો થઇ શકે પર તે ઉપરાંત યોગ્ય રીતે ઘડતર પર કરી શકે છે. શિક્ષિત મહિલા વિશે શ્રી જવાહરલાલ નહેરુ એ સાચું જ કહ્યું છે કે,
“એક શિક્ષિત પુરુષ હોય તો તમે એક માનસને શિક્ષિત કરો છો,
પણ એક શિક્ષિત મહિલા હોય તો તમે પુરા પરિવારને શિક્ષિત કરો છો.”


આ યુગમાં જયારે મહિલા શિક્ષણ દેશના સર્વાંગી વિકાસ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, ત્યારે ભારતીય શિક્ષણ ભારત સરકાર અને સમાજ માટે આજે મુખ્ય ચિંતાનો વિષય બન્યો છે. સામાજિક સમસ્યાઓ પર બનતી ફિલ્મ અને ટીવી ધારાવાહિકો પણ જાગૃતિનું માધ્યમ બની શકે છે. આપણે પાયામાંથી શિક્ષણમાં સુધારો કરીને હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ શાળાઓ ખોલી ને તેને પ્રાથમિક સુવિધાઓથી યુક્ત કરવી રહી. સરકાર દ્વારા પરામર્શન કાર્યક્રમો દ્વારા ઘરે ઘરે ફરીને લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી જોઈએ. દૂરવર્તી શિક્ષણ, મોબાઈલ-ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગથી મહિલાઓ ઘરે રહીને પણ રોજગાર મેળવી શકે તેવી સુવિધાઓનો વ્યાપ વધારવો જોઈએ અને આવા વિકાસલક્ષી કર્યો કરતી સંસ્થાઓને પણ ઉત્તેજન આપવું જોઈએ. દેશની વસ્તીમાં જ્યાં અડધી સંખ્યા મહિલાઓની હોય ત્યાં મહિલાઓના વિકાસનું યોગદાન દેશના વિકાસ માટે અનિવાર્ય છે, અને તેથી જ દેશના હિતમાં મહિલા શિક્ષણનો દર ભારતમાં વધારવો અનિવાર્ય છે. 

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય: વિશેષતાઓ અને મર્યાદાઓ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય: વિશેષતાઓ અને મર્યાદાઓ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે વાત કરતા હોય તો, આપણી આંખ સામે નરસિંહ-મીરાંનાં ભજન, પ્રેમાનંદનાં આખ્યાન, અખાના છપ્પા કે શામળની વાર્તા તરવરવા લાગે. પણ તમને ખ્યાલ છે, આ આખું સાહિત્ય મુદ્રિત તો આ સદીના છેલ્લા દશ-બાર દાયકાથી થયું અને હજુ પણ પોથીઓમાં હસ્તલિખિત અવસ્થામાં પડ્યું છે. એમાં પણ વિવિધ પ્રસિદ્ધ સંસ્થાઓના પુસ્તકાલયોમાં તથા જૈન ભંડારોમાં છે તે અભ્યાસીઓને જાણીતું છે, પણ અજ્ઞાત એવું ઘણું સાહિત્ય પણ હજુ અનેક સ્થળે પડ્યું હોવાનો પૂરતો સંભવ છે. ‘કાન્હ્ડે પ્રબંધ’, ‘મુગ્ધાવબોધ ઔક્તિક’, ‘રણમલ્લ છંદ’, ‘ભાલણની ‘કાદમ્બરી’, ‘વસંતવિલાસ’ વગેરે કૃતિઓ વિશે તેમજ ‘નેમિનાથચતુષ્પદિકા’ તથા ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ’ જેવી તેથીય જૂની રચનાઓ વિશે આપણને ધીમે ધીમે જ ખબર પડતી ગઈ.
આ સાહિત્ય આપણા અર્વાચીન સાહિત્યનાં કાવ્યો, વાર્તાઓ, નવલકથાઓ, નાટકોથી ઘણું ભિન્ન છે. એના ભાવ, ભાષા, નિરૂપણ, વિષય, પ્રયોજન પણ ભિન્ન છે. મધ્યકાલીન કાવ્યો અને અર્વાચીન કાવ્યો વચ્ચે રૂપ-ભાવ-ઉદ્દેશ વચ્ચે આભ-જમીન જેટલું અંતર છે. સ્પષ્ટ રીતે બંનેના રંગ જુદા પડી જાય. ત્યાં જમાનાનો ફેર, સર્જકોનો ભેદ, સ્વરૂપ-શૈલીનું અંતર, પરિવેશની અસર, વિષયોનું વૈવિધ્ય, વર્ણનની રીતિ, પરંપરા-ગતિશીલ-મૌલિક પ્રયોગશીલતા અને સૌથી મોટું અંતર જનસમૂહ તરફનો સર્જકનો અભિગમ અને સર્જનનો ઉદ્દેશ અર્વાચીન સાહિત્યથી ઘણું અલગ કરે છે.

·        વિશેષતાઓ:
1.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુદ્રિત રૂપે ઓછું પ્રકાશિત થવા પામ્યું છે, મહ્દઅંશે એ હસ્તલિખિત અવસ્થામાં સચવાતું રહ્યું છે. મુદ્રણયંત્રો કે મુદ્રણકળાની જાણકારીના અભાવે મધ્યકાલીન સાહિત્ય કંઠોપકંઠ કે હસ્તલિખિત રૂપમાં સચવાયેલું પડ્યું છે. આ સાહિત્યને લહિયાઓ પાસે લખાવીને પોથીમાં જાળવવાના પ્રયત્નો થતાં.

2.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યપ્રધાન છે. ગદ્યનો હજુ પૂરો વિકાસ પણ થયો ન હતો અને જે કંઈ ગદ્ય લખાતું તે પણ પદ્યના ચાસવાળું અને સપ્રાસ જ જોવા મળતું. પદ્યના વિપુલ પ્રવાહની સામે ‘પૃથ્વીચંદ્રચરિત’, ‘વચનામૃત’ કે ‘સંતસૈયા’ જેવી થોડીક ગદ્યરચનાઓને અપવાદરૂપ ગણતાં એ સમયમાં બાલાવબોધો, ઔંક્તિકો વગેરેમાં મળતા ગદ્યમાં પણ શુદ્ધ સાહિત્યિક ગદ્ય જોવા મળતું નથી.

3.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્રસ્થાને ધર્મ જોવા મળે છે. આ સમયગાળાના સમગ્ર સાહિત્યની આંતરિક સામગ્રી પર નજર કરતાં મોટી વિશેષતા એ દેખાશે કે એનું વિષયવર્તુળ અર્વાચીનકાળના સાહિત્યના મુકાબલે ખૂબ મર્યાદિત નજરે પડે છે. એમાં પણ ધર્મમૂલક સાહિત્ય જ કેન્દ્રસ્થાને રહ્યું છે. નરસિંહ પહેલાનું મોટાભાગનું સાહિત્ય વિરક્ત જૈન સાધુઓના હાથે લખાયેલું છે. નરસિંહ અને મીરાં જેવાં અનેક નાના-મોટા કવિઓએ ઈશ્વરને કેન્દ્રમાં રાખીને પોતાની રચના રજૂ કરી છે. કવિતા એમને મન સાધન હતી જયારે સાધ્ય હતી પ્રભુભક્તિ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ તેમના મુખ્ય સૂર હતા. પદ્યવાર્તા જેવા સાહિત્યસ્વરૂપને બાદ કરતાં આ સાહિત્યમાં ઈહ જીવનના અનુરાગ કરતાં એમાં પરલોક-અભિમુખતા જ મુખ્ય રહ્યાં છે.

4.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ જ કેન્દ્રસ્થાને હોય છતાં પણ જીવનનો ઉલ્લાસ કેટલીક જગ્યાએ દૃષ્ટિગોચર થાય છે. ‘હેમચંદ્રચાર્યના અપભ્રંશના દુહા’માં કવિ માત્ર બે કડીના દુહામાં પ્રણયના ઉલ્લાસને તથા વીર પ્રશસ્તિભાવને પણ સુંદર રીતે અભિવ્યક્તિ અર્પે છે. ‘વસંતવિલાસ’ જીવનના ઉલ્લાસને વ્યક્ત કરતું ફાગુ કાવ્ય છે. ‘સંદેશકરાસ’ જેવી મુસ્લિમકવિની વિપ્રલંભ શૃંગારની કાવ્યરચના, ‘રણમલ્લ છંદ’ અને ‘કાન્હડદે પ્રબંધ’ જેવાં ઐતિહાસિક વીરરસનાં કાવ્યો, બાણભટ્ટની અદ્દભૂત રસિક પ્રણયકથા ‘કાદંબરી’ને આધારે ભાલણ દ્વારા રચાયેલ કાદંબરી આખ્યાન’ ઉદાહરણો છે. અસાઇત, નરપતિ, ગણપતિ, માધવ તથા શામળ જેવા કવિઓની પ્રણય, પરાક્રમ અને અદ્દભુતરસની વાર્તાઓનું વિપુલ સાહિત્ય પણ જીવનનાં આનંદ-પ્રમોદ, ઉલ્લાસપૂર્ણ વ્યવહારનું આલેખન કરે છે. પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ અને બીજા આખ્યાનોમાં ઊછળતા જીવનનો ઉલ્લાસ જોઈ શકાય છે.

5.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓને કવિપદનું અભિમાન ન હતું. તેઓ પોતાની જાતને ‘કવિ’ કહેવડાવવા કરતાં  ‘પ્રભુનો દાસ’ તરીકે ઓળખાવે છે. પ્રેમાનંદ પોતાને ‘ભટ્ટ પ્રેમાનંદ’ કહે છે; તો અખો કહે છે, ‘જ્ઞાનીને કવિ ન ગણીશ’. આમ, આ કવિઓમાં કવિપદનું અભિમાન જોવા નથી મળતું. આ સાહિત્યનું ખેડાણ પણ ઊંચ-નીચ, જ્ઞાત-જાત અને સ્ત્રી-પુરુષના ભેદ વગર જ સમાન રીતે થયું છે. આ સમયગાળામાં વેદાંતની કાફીઓ લખનાર બાપુસાહેબ મરાઠી હતા, ભોજો ભગત ખેડૂત હતો, એવરદ રુસ્તમ પેશોતન પારસી હતા, રાજે અબ્દુલ રહેમાન અને રતનબાઈ મુસ્લિમ હતા, નાકર વૈશ્ય હતા, તેમજ અનેક સ્ત્રી કવિઓ પણ જોવા મળે છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, હરિજન-ચમાર જેવા જાત-ભાતના વિવિધ જ્ઞાતિઓના-જાતિઓના કવિઓ કવિપદની અપેક્ષા વગર સાહિત્યસર્જન પરત્વે અભિમુખ હતા. આ નિરપેક્ષતા અને એકતા પણ વિશિષ્ટ છે.

6.       મધ્યકાળમાં આપણને જૈન અને જૈનેતર કવિઓ પાસેથી રાસ, ફાગુ, બારમાસી, પ્રબંધ, પદ્યવાર્તા, આખ્યાન, ગરબો-ગરબી, ધોળ, થાળ, આરતી જેવાં સાહિત્યસ્વરૂપો પ્રાપ્ત થયાં છે, જે મુખ્યત્વે પદ્યમાં રચાયેલાં છે. મધ્યકાલીન કવિઓ, પુરોગામી કવિઓની કૃતિમાંથી એટલે કે પરંપરામાંથી કેટલીક સામગ્રી ઉપાડવામાં કે પછી પોતાની રીતે વિકસાવવામાં પોતે કશું અજૂગતું કરે છે; એવો એમને ખ્યાલ ન હતો; તેથી, એક જ વસ્તુ ઉપર લખાયેલી અનેક આખ્યાનકૃતિઓ આપણને મધ્યકાલીન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જેમકે, ભાગવતની સુદામાની કથાનો આધાર લઇ આપણે ત્યાં નરસિંહ અને પ્રેમાનંદ ઉપરાંત અનેક આખ્યાનકારોએ આખ્યાનો રચ્યાં છે.

7.       આ સાહિત્યમાંથી સમકાલીન સમાજની અને સમકાલીન ઇતિહાસની દૃષ્ટિએ પર્યાપ્ત માહિતી પણ પ્રાપ્ત થાય છે. સમકાલીન સમાજજીવન, આચારવિચાર, રીતરિવાજો, વ્યક્તિનાં નામો, શુકન-અપશુકનો, સ્થળ-કાળનાં વર્ણનો પ્રાપ્ત થાય છે. પ્રેમાનંદનાં આખ્યાનોમાં તત્કાલીન રીતરિવાજો, માન્યતા, શુકન-અપશુકન વગેરેનો પરિચય વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. ‘કાન્હડદેપ્રબંધ’માંથી ઐતિહાસિક તથા ભૌગોલિક માહિતી પ્રાપ્ત થાય છે. ‘વિમલપ્રબંધ’, ‘પૃથ્વીચંદ્રચરિત’ વગેરેમાંથી તે સમયનાં સમૃદ્ધ એવાં શહેરો, યુદ્ધની વિગતો, શસ્ત્રનાં નામો, ખાદ્યપદાર્થોની વિગતો, પહેરવેશ-પોશાકની વિગતો અને જ્ઞાતિઓનાં વર્ણનો મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આમ સમકાલીન જીવન અને માનસનું પ્રતિબિંબ ઝીલે છે.

8.       મધ્યકાળના સાહિત્યએ થોડુંક લોકશિક્ષણનું કાર્ય પણ કર્યું છે. પ્રજાના ધર્મકેન્દ્રી જીવનને વળગી રહેવામાં આ ભક્તકવિઓએ નૈતિક બળ પૂરું પાડ્યું હતું. આ અર્થમાં મધ્યકાળના સર્જકો સાચી રીતે લોકશિક્ષક હતા. તેમણે ભારતીય જીવનમૂલ્યોની માવજત એનો ઉદ્દેશ સાહિત્ય દ્વારા કરીને કહી છે. નીતિવાન, પરાક્રમી બનવા માટે પ્રેરનાર આ સાહિત્ય અને એના સર્જકો હતા એ હકીકત છે. સમાજને ખરી વિગતોથી પરિચિત કરીને નિર્ભ્રાંત કરવામાં અને સમાજને અખંડ રાખવામાં પણ આ સર્જકોનો- સાહિત્યનો સિંહફાળો છે, એને પણ એક વિશિષ્ટતા તરીકે નિર્દેશી શકાય.

9.       એમાં સમસ્યા, ઉદાહરણ અને જીવનબોધની વિગતો પ્રચુર માત્રામાં પ્રસ્તુત થઇ હોય ને એમાંથી ભાવકને વ્યવહારજ્ઞાન અને તર્કપૂર્ણ બુદ્ધિપ્રતિભા સંઘર્ષ વિશેષ ભાથું મળે છે. આ જ્ઞાનવારસો ભાવકને બુદ્ધિવાન, જ્ઞાનવાન અને ચારિત્ર્યશીલ બનાવે છે. આમ, સાહિત્ય-સર્જન નિમિત્તે સમસ્યા, ઉખાણા આદિનું નિરૂપણ પણ ગમ્મત, મનોરંજન ન બની રહેતા જ્ઞાનબુદ્ધિ કસોટીનું તત્વ બની રહે છે. એટલે આવાં સત્વોને સાહિત્યમાં ગૂંથી લેવાનું કૌશલ્ય આ સાહિત્યની અને એના સર્જકોની એક વિશિષ્ટતા છે.

·        મર્યાદાઓ:-
1.       મધ્યકાળના સાહિત્યની મર્યાદાઓમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કંથોપકંઠ હોવાને લીધે કાવ્યની ભાષા પોતાનું અસલ રૂપ ગુમાવી દે છે, તથા હસ્તલિખિત સાહિત્ય લહિયાઓને હાથે લખાતું હોવાથી એમાં મૂળ પાઠમાં ફેરફાર થઈ જતો હોય છે. આમ, મૂળરૂપ એટલે કે, ભાષાનું અસલ રૂપ જળવાતું નથી, અને ભ્રષ્ટ, વિકૃત કે પરિવર્તિત રૂપ-શબ્દો પ્રાપ્ત થાય છે.

2.       મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટેભાગે પદ્યમય હતું. સાહિત્યમાં પદ્ય શબ્દ કાવ્યના પર્યાય ગણાયો હતો. કલાસિદ્ધિની માત્રા ઓછી હતી. કલાકારની સભાનતાનો અભાવ છે. આ સાહિત્યનું વિકાસ વર્તુળ પણ ખૂબ જ સાંકડું હતું. જીવ, જગત, પરમાત્મા જેવા ખૂબ જ સાંકડા વિષયોની સીમાઓમાં એ સાહિત્ય પુરાયેલું હતું. સીધો ઉપદેશ-બોધ એ જ એમનું લક્ષ્ય હતું. સમગ્ર સાહિત્ય પરલક્ષી છે. આત્મલક્ષિતાનો અભાવ જોવા મળે છે. આથી જ મુનશીએ આક્ષેપ કર્યો છે કે, “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઊછળતા જીવનનું કચ્ચરીયું કરવામાં આવ્યું છે.” આમ, કાવ્યત્વનો અલ્પમાત્રામાં વિનિયોગ, કવિતાપદ પ્રાપ્તિ માટેનું નિરપેક્ષાપણું અને ખાસ પ્રકારની વિષયસામગ્રીને કારણે આ સાહિત્ય અમુક-તમુક વર્તુળ પૂરતું જ સીમિત રહ્યું”.


3.       મધ્યકાલીન યુગમાં મુદ્રણયંત્રો અને છાપખાનાં ન હોવાથી સાહિત્ય હસ્તલિખિત સ્વરૂપમાં જ પ્રસરતું અને તેથી ભાવકોના બહુ નાના સ્તર સુધી એ પહોંચ શકતું. આનો પ્રચાર અને પ્રસાર મર્યાદિત બની રહેતા, આ સમયમાં રેલવે, તાર, ટપાલનાં સાધનો ન હતા. પરિણામે મધ્યકાલીન સાહિત્ય પોતાના એક અલગ ચોકઠામાં જ બંધાઈને સર્જાતું હતું. એ કંઠોપકંઠ રૂપે જળવાયું અને ધર્માલયોમાં પ્રસરતું ચાલ્યું.

4.       મધ્યકાલીન સાહિત્યમાં વિવેચનની પરિપાટી ન હતી. સાહિત્ય પદાર્થને મૂલવવાની અને સાહિત્ય તત્વની સભાન સમજનો અભાવ પ્રવર્તતો હતો. આથી વિવેચન આ સમયગાળા દરમ્યાન થયેલું નથી, મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય માત્રમેળ છંદમાં લખાયું છે, માત્રામેળ છંદોનો વિપુલ ઉપયોગ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત કલા સંયમનો અભાવ, કલાદૃષ્ટિની ખામી અને સીધો ઉપદેશ વગેરે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મર્યાદા બની રહે છે. ટીકાટિપ્પણ ન થઈ એટલે સાહિત્યતત્વની એના પદાર્થની માવજતના સિદ્વાંતો વિકસ્યા નહીં. છંદ પરત્વે જ એના જડરૂપે વિનિયોગ પરત્વે જ દૃષ્ટિ કેન્દ્રિત થઈ.

5.       બાલાવબોધ વગેરેમાં પણ જ્ઞાનતત્વ પદાર્થની જ વધારે ચર્ચા થઇ-એમાં અન્ય ઉદાહરણોરૂપે ગદ્યના વલણો ભળ્યાં નહિ. ગદ્ય પણ સપ્રાસ લયાન્વિત હોવાથી છાપ દૃઢ થઈ. વધુ ને વધુ માત્રામાં ગદ્યમાં પણ તત્વજ્ઞાનની ચર્ચા વિનિયોગ પામી. વાર્તાતત્વવાળી કથાઓ પણ અંતે તો તત્વદર્શન, જીવનમૂલ્યોની મીમાંસામાં ફરી જડતી હોવાને કારણે ગદ્યમાં મીમાંસાવાળા ગ્રંથો કે વાર્તાવાળા ગ્રંથો પણ આખરે ગદ્યના સ્વરૂપને વિકસાવવાને બદલે સાહિત્ય સિદ્વાંતનો પરિચય કરાવવાને બદલે તત્વજ્ઞાનના કેન્દ્રસ્થ વિષયનું આલેખન કરતા આના પરિણામે આ ગાળાના સાહિત્યમાંથી સાહિત્ય-સિદ્વાંતોને લગતી સામગ્રી અલ્પમાત્રામાં જ પ્રાપ્ત થઈ.
       
        આ સમયમાં કવિપ્રતિભાને કલાશિલ્પતા હંમેશા લાઘી નથી. અંતસત્વ અને આકૃતિના સુંદર ઘાટ ઘડતા નથી. અહીં, કલ્પનનાં ઉડ્ડયન, ભાવનાં ઊંડાણ કે વિચારોની મૌલિકતા પ્રમાણમાં અલ્પ જણાય છે. અલંકારસમૃદ્ધિ અને પ્રતિકાત્મકતા તો અમુક જ કવિઓમાં છે. મોટા ભાગના અભિધાનના વ્યાપારમાં રચ્યપચ્યા છે. વ્યંજના અને ધ્વનિથી કામ પડવાનું ઓછું અનુકૂળ છે. આ સમયમાં પ્રતિક અલંકાર થઈ જાય અને અલંકાર શબ્દાલંકારના પ્રાસાનુપ્રાસમાં અટવાઈ જાય છે. ભાવ કે વિચારને સીધી સાદી રીતે અને થોડાક ઉપમા-દૃષ્ટાંત ને પદ્યસંવાદિતાથી વ્યક્ત કરવા તેમાં તેમની કવિતા મર્યાદિત થઈ જાય છે. આખ્યાન-પદ્યવાર્તમાં પ્રાચીન-પૌરાણિક કથાનકોનું સંકલન છે. મધ્યકાળમાં મોટી પ્રવૃત્તિ તો સંસ્કૃત આર્ષકાવ્યો અને પુરાણોના પદ્યનુવાદ કે રૂપાંતરની ચાલ હતી. પદકવિતા તો સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશમાં અલ્પ જેવી છે તેથી જ નરસિંહ-મીરાંની પ્રતિભાની મૌલિકતા પ્રગટે છે. બાકી પદ્યવાર્તાકાર કે આખ્યાનકારો જૂની સંસ્કૃત વાર્તાઓ કે કથાનકોનો ઉપયોગ કરી ગુજરાતીમાં રૂપાંતર કરી દે છે. આ સમયમાં ઉત્તમ કવિઓ સર્જનનો ઉત્તમ વ્યાપાર કરતાં જણાય છે પણ તેનું પ્રમાણ ખૂબ અલ્પ છે. પ્રેમાનંદ ‘દશમસ્કંધ’માં ‘આ પાસાં વ્યાસ વાંચે સંસ્કૃત, આ પાસાં મારું પ્રાકૃત’. ‘બાંધું નાગદમણ ગુજરાતી ભાષા’.... હા, મધ્યકાલીન ઊર્મિકવિતા પ્રમાણમાં મૌલિક છે, પણ પછી પરંપરા રેઢિયાળ થઈ જાય કે. નરસિંહના જીવન પર આધારિત ‘મામેરું’ જેવાં આખ્યાન મૌલિક છે. તો બીજી તરફ ‘વસંતવિલાસ’ જેવી અનુપમ કાવ્યાલંકાર જેવી કૃતિ પણ મધ્યકાળની જ કલાત્મકતા છે.

        આ બધી મર્યાદા હોવાં છતાં સિદ્ધિરૂપ કવિઓ અને ગૌરવરૂપ કૃતિઓ પ્રશસ્ય છે. મધ્યકાલીન સાહિત્ય આજના અર્વાચીન સાહિત્યના મુકાબલે સીધું, સાદું અને સરળ હતું. ગામડાના સાદા-સીધા માણસનું જનમનરંજન કે ભગત જેવાં સર્જકો દ્વારા જનમાનસનું ઘડતર મુખ્ય સૂર રહેતો, તેથી જ તો આ ધર્મયુગ હતો. આજનો યંત્ર-વિજ્ઞાન-આધુનિક-ટેકનોલોજી યુગથી મધ્યકાળમાં જીવન, જગત, માનવ, ઈશ્વર બધું બદલાય જાય છે.

ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો

ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો

        ગુજરાતી મધ્યકાળના સાહિત્ય વિશે વાત કરવાની હોય એટલે મારી અને તમારી આંખ સામે નરસિંહ મહેતા, મીરાં, અવળવાણીનો ઉદ્ઘોષક અખો કે પોતાની અદ્ભુત આખ્યાનશૈલીથી સૌને પ્રભાવિત કરનાર પ્રેમાનંદ તરવરવા લાગે. વહેલી સવારના પ્રભાતિયાં હોય કે રાત્રે મોડે સુધી ચાલતી ભજનમંડળીઓની ગુંજ, આ મધુર સંગીતમય સાહિત્ય કાનમાં રણકવા લાગે. ‘વસંતવિલાસ’ના સૌન્દર્યથી ભરપૂર ફાગુ કાવ્યની સુવાસ હોય કે ‘રણમલછંદ’ જેવાં કાવ્યોમાં પ્રગટતી વીરતાનો સ્વાદ  હોય; કે પછી ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’ જેવાં રાસ, પદ, કાફીઓ, ગરબીઓનો આત્મિક મધુર સ્પર્શની યાદ આપણે ચોક્કસ આ પંચેન્દ્રિયોનાં રસમાં તરબોળ કરી દે છે.
કોઈ પણ સાહિત્યનો ઉદય થાય ત્યારે કવિપ્રતિભાને પ્રેરનારા અને ઘડનારાં પરિબળો હંમેશા મહત્વનો ભાગ ભજવતા હોય છે. કવિની સર્જક પ્રતિભા અને યુગનું સંચારબળ કોઈ પણ સર્જન માટે અગત્યનાં હોય છે. પ્રજાને વારસામાં મળેલી સાંસ્કૃતિક અને સાહિત્યિક પરંપરા મૌલિક પ્રતિભાને પ્રગટાવે છે. ગુજરાતી ભાષા-સાહિત્યને ઘડનારા પરિબળો જોઈએ તો,
1.     ગુજરાતની અસ્મિતા :
        ઇ.સ.ની પાંચમી સદીમાં ગુપ્તસામ્રજ્ય તૂટતાં, ગુજરાતમાં મૈત્રક વંશનું વલ્લભીનું રાજ્ય સ્થપાયું હતું. એ વલ્લભી વિદ્યાપીઠ અને સંસ્કારતીર્થ બન્યું, પણ વલ્લભીનું પતન થયું. એ પછી અણહીલપુર પાટણની પ્રભુતા પ્રગટી. દસમી સદીમાં સોલંકીયુગની સંસ્કૃતિએ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળની સિદ્ધિએ સ્વતંત્ર અને મહાન ગુજરાતની અસ્મિતા પ્રગટાવી. ગુજરાતની અસ્મિતાએ ‘ગુજરાત રાજ્ય’, ‘ગુજરાતી ભાષા’ અને ‘ગુજરાતી સાહિત્ય’ને ગૌરવપૂર્વક પુરસ્કાર્યા. ગુજરાતની અસ્મિતા, તેની સાંસ્કૃતિક ઝલક અને ગુજરાતીપણાની ભાવનાએ ગુજરાતી ભાષા-સાહિત્યને જન્મ આપ્યો.
2.     ગુજરાતી ભાષાના ઉદ્ભવની ભૂમિકા :
દસમી સદીથી ગૌજર અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાના ઉદ્ભવની પ્રક્રિયા વેગવંતી બની. ત્યારબાદ ગુજરાતી ભાષા, ગૌજર અપભ્રંશના નવા રૂપે, ‘ગુજરાતી’ તરીકે અવતરે છે. એ સમયના જૈન કવિઓ આરંભે છે, ગુજરાતીમાં સર્જન. લોકભાષા ગુજરાતીમાં રચાવાનું શરૂ થઈ ગયું હતું, તે હેમચંદ્રિય દુહા પરથી દેખાય છે. આપણી ગુજરાતી ભાષા પહેલાં પ્રાકૃત કે અપભ્રંશ નામે ઓળખાતી, તેને ભાલણ ‘ગુર્જર-ભાષા’ કહે છે અને પ્રેમાનંદ સૌપ્રથમ ‘ગુજરાતી’ કહે છે. પ્રેમાનંદ પૂર્વે ચારસોથી વધુ વર્ષથી ગુજરાતી ભાષાનું અસ્તિત્વ દેખાતું હતું. એ ગૌજર અપભ્રંશ પ્રાચીન ગુજરાતી બને છે. પ્રાગનરસિંહ સાહિત્ય પ્રાચીન ગુજરાતીમાં લખાયેલું છે. નરસિંહથી મધ્યકાલીન ગુજરાતીનું સ્વરૂપ બંધાય છે. પ્રેમાનંદથી અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ પ્રચલિત બને છે. ગુજરાતી ભાષાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુજરાતી સાહિત્યને વેગ આપે છે.
3.     પુરોગામી સાહિત્યિક વારસો :
        ગુજરાતી ભાષા સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગૌજર અપભ્રંશ એવા ક્રમે ઊતરી આવી છે. પુરોગામી સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષાનું સાહિત્ય ગુજરાતી સ્વરૂપે અવતરવા લાગ્યું. ગુજરાતી એ અપભ્રંશની દીકરી છે. અપભ્રંશનાં રાસા, ચરિત, વાર્તા, ગીતો, પદ્યરચના, દેશીઓ, ગેય ઢાળો, ભાષાશૈલી, વર્ણનરીતિ વગેરે ગુજરાતીમાં અવતર્યા.
        ગુજરાતી ઊર્મિગીતોનાં મૂળ સંસ્કૃત અને અપભ્રંશમાં છે. પૌરાણિક આખ્યાનો સંસ્કૃતમાંથી આવે છે. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશની વાર્તાઓ ગુજરાતીમાં રૂપાંતર પામે છે. રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, ઉપનિષદ, વેદાંત, પુરાણો જેવું ધાર્મિક સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય વારસાનું છે. આ બધામાંથી જ આરંભકાલીન ગુજરાતી સાહિત્ય સર્જાય છે.
4.     ધર્મ અને ધર્મગ્રંથોનો પ્રભાવ:
        ગુજરાતી સાહિત્યના ઉદય અને વિકાસમાં એ સમયના ધર્મો અને સંપ્રદાયોએ તથા ધર્મગ્રંથોએ સારો ફાળો આપ્યો છે. કુમારપાળના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે જૈન ધર્મનો પ્રભાવ વિસ્તાર્યો. એ જૈન ધર્મના કવિઓએ નરસિંહ પૂર્વેનું બસો વર્ષનું મબલક સાહિત્ય સર્જ્યું છે. એ જૈન ધર્મની જ પ્રેરણા અને જૈન સૂરિઓની જ સર્જનપ્રવૃત્તિ કે વિપુલ માત્રામાં એ સમય દરમ્યાન રાસા, પ્રબંધો, ચરિતો, સ્તવનો, ફાગુઓ, ચોપાઈઓ રચાય છે. આ સમયગાળામાં જૈન ધર્મ પ્રેરિત જૈન સાહિત્યપ્રવાહ સાદ્યંત વહ્યાં કરે છે.
તો વૈષ્ણવ ધર્મ નરસિંહ-મીરાં જેવાં ભક્તિમાર્ગી કવિઓને, પૃષ્ટિમાર્ગ દયારામને, શક્તિ સંપ્રદાય વલ્લભ ધોળાને, જ્ઞાનમાર્ગ નરસિંહ-અખા-ધીરા જેવાને, કબીરપંથી કવિઓ, સ્વામીનારાયણ સંપ્રદાય તેના કવિઓને તેમના સંપ્રદાય કે ધર્મનું માતબર સાહિત્ય સર્જવા પ્રેરણા આપે છે.
        રામાયણ, મહાભારત, ભાગવત અને ગીતા જેવા ધર્મગ્રંથોએ કેટલું બધું સાહિત્ય સર્જવા પ્રેરણા આપી છે ? એવા ગ્રંથો ગુજરાતી સાહિત્યનો સ્ત્રોત છે અને એના આ અખૂટ રત્નભંડારમાંથી ગુજરાતી કાવ્યરત્નો પાકતાં રહ્યાં છે.
5.     લોકસાહિત્ય : ભાષા-પરંપરા :
        કલાસાહિત્ય પૂર્વે લોકસાહિત્ય હોય છે. લોકભાષા ગુજરાતી શિષ્ટ સાહિત્યભાષા બને ત્યારે ગુજરાતીનું લોકસાહિત્ય પ્રેરણા અને પરિબળ બને. ‘સિદ્ધહેમ’ના દુહા, જે ગુજરાતીનું પહેલું સાહિત્ય છે, તે લોકસાહિત્યના જ દુહા છે. અસાઈનની ‘હંસાઉલિ’ લોકકથા અને તેની ભવાઈ પણ લોકનાટ્ય. લોકસાહિત્યમાં લોકગીત, કથાગીતો અને લોકકથાઓનો ભવ્ય ભંડાર હોય છે. તે સર્જાતા સાહિત્યને કામ લાગે છે. લોકગીતોના વિષય, ઢાળ, પદાવલિ ભક્તિગીતોને તૈયાર કરે છે. નરસિંહ ગેય ઢાળોને પદાવલિમાં લાવે છે ક્યાંથી ? લોકગીતોમાંથી જ પદોના ઢાળો જ નહિ, કેટલાંક પદોની પદરચના પણ ઊર્મિકવિતાને સીધેસીધી કામ લાગે છે. નાન્હાલાલ જેવા મહાન કવિ પણ ‘ઝીણા ઝરમર વરસે મેહ’ પંક્તિ લોકગીતમાંથી લઈ આવે છે. લોકસાહિત્યના છંદો અને પ્રબંધો ‘કાન્હડદે પ્રબંધ’ અને ‘રણમલછંદ’ જેવી કૃતિઓ રચાવે છે. લોકવાર્તાઓનો પ્રવાહ પદ્યવાર્તામાં ભળી જઈ વાર્તાને પુષ્ટ કરે છે. લોકસાહિત્ય કથ્ય છે, મધ્યકાલીન સાહિત્ય પણ કથ્ય છે. તેથી બંને કથ્ય ભાષા-શૈલીના સીમાડા પર ભેગાં થાય છે.
6.     સમકાલીન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અસર:
        મધ્યકાળમાં ધાર્મિક-સામાજિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પરંપરા હતી. રાસા, કથા, આખ્યાન, વાર્તા, ભજનકીર્તન, ગરબા, રાસ એ માત્ર સાહિત્યસ્વરૂપો જ નહોતાં, સંસ્કારી પ્રવૃત્તિઓ હતી. મનોરંજનનાં સાધન પણ હતાં. તેણે ઘણું સાહિત્ય સર્જાવ્યું છે. ભજન-કીર્તનમાં ગાવા-ગવડાવવા માટે સંખ્યાબંધ પદો રચાયાં છે. તો લોકસમૂહ સમક્ષ રજૂ કરવા રાસાઓ, પ્રબંધો, આખ્યાનો, વાર્તાઓ લખાયાં છે. પ્રેમાનંદની આખ્યાનપ્રવૃત્તિ એક સાંસ્કૃતિક સંસ્થા હતી. તેણે સાહિત્યઘડતરમાં ફાળો આપ્યો છે.
7.     સમાશ્રય : સાહિત્યિક પ્રવૃત્તિઓનો વિકાસ :
સાહિત્યિક પ્રતિભાઓ રાજા, પ્રજા અને ધર્મના સમાશ્રયથી પાંગરી છે. હેમચન્દ્રાચાર્યને કુમારપાળે સમાશ્રયને બહુમાન આપ્યાં, તેથી તેમનું જૈન મુનિઓને જૈન ધર્મસંસ્થાએ આશ્રય આપી મબલક સાહિત્ય સર્જાવ્યું. અસાઇત ઠાકરને એની નાતે જાકારો આપ્યો, તો પટેલોએ યજમાનધર્મ બજાવ્યો, તો અસાઇતની ભવાઈને  ‘હંસાઉલિ’ મળ્યાં. શામળને રખીદાસે પોતાની ડેલીએ રાખીને વાર્તા-સાહિત્ય માટે પ્રોત્સાહન આપ્યું હતું. પ્રેમાનંદે પણ દેસાઈ મહેતા શંકરદાસની આજ્ઞાથી અને ઉદરભરણઅર્થે આખ્યાન રચ્યાં છે.
        લોકો કે ભાવકોનો ભાવ સર્જકોને સારું બળ પૂરું પાડે છે. ભજનના રસિકો, ગરબાના રમનારા, રાસના ખેલનારા, આખ્યાન-વાર્તાઓનો પ્રતિભાવ અને સદ્દ્ભાવ પ્રોત્સાહક નીવડે છે.
8.     ઉદાત્ત યુગભાવના પ્રત્યે જાગૃતતા:
        ગુજરાતી સાહિત્યના ઉદ્દભવનો કાળ એ ગુજરાતનો સુવર્ણયુગ હતો. એ યુગમાં સંસ્કૃતિ, ધર્મ, ઉચ્ચજીવન, કર્તવ્ય, પાવિત્ર્ય, સ્ત્રીદાક્ષિણ્ય, પ્રેમ, શૌર્ય, દેશભાવના, શૂરવીરતા વગેરે ભાવનાઓ ઊભરાતી હતી. ગુજરાતની અસ્મિતા, ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જુવાળ આવ્યો હતો. એ યુગભાવનાની અભિવ્યક્તિરૂપે સાહિત્ય સ્ફુર્યું છે. પ્રાગનરસિંહયુગની વિશિષ્ટ કૃતિઓ આ યુગભાવનાનું સર્જન છે. ‘રણમલ છંદ’ અને ‘કાન્હડદે પ્રબંધ’ દેશપ્રેમ અને વીરત્વની ભાવનાની અભિવ્યક્તિ છે. ‘વસંતવિલાસ’ સૌંદર્ય અને પ્રેમનો આવિષ્કાર છે. ‘સંદેશરાસક’ સ્નેહનો સંસ્કાર છે. ‘સિદ્ધહૈમ’ના દુહા તો જીવનમૂલ્યોની ભાવનાનાં મૌક્તિકો છે. ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’, ‘સ્થૂલિભદ્રફાગુ’, ‘નેમીનાથચતુષ્પદિકા’ જેવી કૃતિઓ જૈન ધર્મની ભાવનાનું ઉત્સ્ફુરણ છે. ‘હંસાઉલિ’ જેવી વાર્તામાં રસિક સંસ્કારિતા છે. મધ્યયુગ જીવનની ઉદાત્ત ભાવનાનો યુગ હતો, તેથી ભક્તિ, જ્ઞાન, યોગ, દર્શન, કર્મ, ધર્મની ભાવનાની કવિતા જન્મી.
9.     મુસ્લિમશાસન અને ઇસ્લામિક સંસ્કાર :
        મધ્યકાલીન સાહિત્યનો ઉદય સોલંકીયુગમાં થયો, પણ ઇ.સ.૧૩૦૦ની આસપાસથી વિદેશી અને વિધર્મીઓનું મુસ્લિમશાસન આવ્યું, તે છેક ઇ.સ.૧૭૫૦ સુધી ચાલ્યું. ચારસોથી વધુ વર્ષના મુસ્લિમશાસન દરમિયાન જ મોટાભાગનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સર્જાયું છે. મુસ્લિમ આક્રમણનો સામનો રાજપૂતો કરી શક્યા નહિ. સોમનાથનું પતન થયું. ‘કાન્હડદેપ્રબંધ’માં વર્ણવેલી કરુણતા સર્જાઇ. આથી હિંદુ ધર્મ-સંસ્કૃતિના અસ્તિત્વ અને જતન માટે જ પ્રવૃત્તિઓ શરૂ થઈ, તેમાંની એક તે ધાર્મિક સાહિત્યસર્જન, ધર્મે ભક્તિ દ્વારા શક્તિ મેળવી. રાસા, ભજન, આખ્યાન બધું રચાયું. મુસ્લિમ-પ્રતિકારની એવી ‘રણમલ્લ છંદ’ અને ‘કાન્હડદે પ્રબંધ’ જેવી કૃતિઓ ઉદ્દભવી. હિંદુ ધર્મો-સંપ્રદાયોનું સાહિત્ય મુસ્લિમ-પ્રતિકારની આડપેદાશ પણ છે.
        આગળ જતાં, સમન્વયની ભાવના જાગી. ઇસ્લામદર્શન અને જ્ઞાનમાર્ગ નિકટ આવ્યાં. ‘જાતપાત પૂછે નહિ કોઈ, હરિકો ભજે સો હરિકા હોય’ એવી અ-ભેદ અને સમભાવની ભાવના જાગી. કબીરે આડો આંક વાળી દીધો. કબીરની બાંયમાંથી સંખ્યાબંધ માનવતાવાદી કવિ નીકળ્યાં. જ્ઞાન-ભક્તિ માર્ગમાં આત્મા જ જોવાયો, દેહ નહીં. કેટલાંક સૂફી સંતો અને હિંદુ સંતો પ્રેમભક્તિમાં સમાન હતા. ઇસ્લામનો નિર્ગુણ નિરાકારવાદ, મૂર્તિવિરોધી વગેરે નિરાકારવાદી નિર્ગુણ પંથને અનુરૂપ લાગ્યાં. હિંદુ-મુસ્લિમ એકતાનાં કબીરપંથી, નાનકપંથી, પીરાણા સંપ્રદાય વગેરેએ પણ ઢગલાબંધ સાહિત્ય સર્જાવ્યું છે. મુસ્લિમ આક્રમણે હિંદુ ધર્મના વિશાળ સાહિત્ય વારસાને પ્રજા સમક્ષ ધરી દેવાનો ઉત્સાહ વધારી મૂક્યો; એથી, જે સાહિત્ય સર્જાયું તેવું જ સમન્વયભાવનાથી પણ સર્જાયું.

આમ જોઈએ શકાય કે આપણે જેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ, તે લગભગ સાતસો વરસના વિશાળપટ પર ફેલાયેલું સાહિત્ય છે. સંસ્કૃતની જેમ પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યનો પ્રભાવ પણ વત્તાઓછા પ્રમાણમાં ગુજરાતી સાહિત્યના સર્જકોએ ઝીલ્યો જ છે, પણ એ સિવાય પણ હિન્દી, વ્રજ જેવી ભાષાઓની પણ સાહિત્ય પર અસર અનુભવાય છે. મધ્યકાળમાં ઘણું ખરું સાહિત્ય ધર્મપ્રવણ રચાયું, પરંતુ સમાજને ક્યારેય કવિઓની ખોટ સાલી નથી. મધ્યકાળના કવિકુળે સમાજને તેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ બૌદ્ધિક વિનોદ, સાહિત્યરસ અને ધર્મ સાથે બાંધી રાખ્યાં છે અને ગદ્ય-પદ્યના માધ્યમથી ગુજરાતી ભાષાને ઘડી, પળોટી, કેળવીને ભાવક્ષમ, અર્થગ્રાહી અને મધુર-રસિક બનાવી છે.